માળિયાના જખરીયા વાંઢ વિસ્તારમાં તળાવમાં ડુબી જવાથી બે બાળકીના મૃત્યુ થયા હતા. કપડા ધોવા ગયેલી માતા તેની સાથે ચાર વર્ષની બે બાળકીઓને સાથે લઇ ગઈ હતી. માતાનું ધ્યાન કપડા ધોવામાં હતું ત્યારે બંને બાળકી કોઈ કારણોસર તળાવમાં ડૂબી ગઈ હતી. આસપાસના લોકોએ બંને બાળકીઓને બહાર કાઢીને માળિયા રેફરલ હોસ્પિટલ લઇ ગયા હતા. બંને બાળકીઓના શ્વાસ અને હૃદયના
ધબકારા બંધ હતા. ડોક્ટરેની ટીમે પમ્પીંગ કરતા એક બાળકીમાં શ્વાસ આવ્યા હતા પરંતુ એકનું મોત થયું હતું. જીવિત બાળકીને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત મોરબી સારવાર માટે લઇ જવામાં આવતી હતી ત્યારે રસ્તામાં તેનું મૃત્યું થયું હતું
Site Admin | ઓક્ટોબર 13, 2024 3:56 પી એમ(PM)