ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 16, 2025 8:08 પી એમ(PM)

printer

માલીમાં એક સોનાની ખાણ ધસી પડતાં 42 લોકો માર્યા ગયા તેમજ અનેક લોકો ઘાયલ થયા છે

માલીમાં એક સોનાની ખાણ ધસી પડતાં 42 લોકો માર્યા ગયા તેમજ અનેક લોકો ઘાયલ થયા છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અકસ્માત ડાબિયા કોમ્યુનના બિલાલી કોટોમાં થયો હતો. કેનીબા જિલ્લાના સરકારી પ્રતિનિધિ મોહમ્મદ ડિકોએ મૃત્યુઆંકની પુષ્ટિ કરી છે. અધિકારીઓ હજુ પણ તપાસ કરી રહ્યા છે કે ચીની નાગરિકો દ્વારા ચલાવવામાં આવતી ખાણ કાયદેસર હતી કે નહીં.
આ વર્ષે માલીમાં આ બીજી ખાણ દુર્ઘટના છે. ગયા મહિને કુલીકોરો ક્ષેત્રમાં ભૂસ્ખલનમાં અનેક ખાણ કામદારોના મોત થયા હતા, જેમાં મોટાભાગે મહિલાઓ હતી. ઉલ્લેખનીય છે કે માલી આફ્રિકાના ટોચના સોનાના ઉત્પાદકોમાંનું એક છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ