ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 6, 2024 7:42 પી એમ(PM)

printer

માલદીવની અર્થવ્યવસ્થા માટે મુશ્કેલીઓ હજી યથાવત્

માલદીવની અર્થવ્યવસ્થા માટે મુશ્કેલીઓ હજી યથાવત્ છે. કારણ કે, ત્યાંની નાણાકીય સત્તા તરફથી વર્ષ 2024ના બીજી ત્રિમાસમાં આર્થિક મંદીની માહિતી મળી છે. નાણાકીય સત્તાએ જણાવ્યું કે, દેશનો વિકાસ દર ઘટીને સાડા ચાર ટકા છે, જે આ પહેલા ત્રિમાસમાં 7.7 ટકા હતો.
સ્થાનિક માધ્યમોના સમાચાર અનુસાર,નાણાકીય સત્તાના અનુમાનથી એવો સંકેત મળે છે કે, વર્ષના અંત સુધી અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર સાડા 5 ટકા રહેવાની શક્યતા છે. જોકે, સપ્ટેમ્બરમાં પ્રવાસનમાં સામાન્ય વધારો નોંધાયો હતો. દરમિયાન એક લાખ 32 હજાર પર્યટકો આવ્યા હતા. આ વર્ષના પહેલા નવ મહિનામાં પ્રવાસીઓની સંખ્યામાં 10 ટકાનો વધારો નોંધાયો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ