ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માલદીવના રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ મુઈઝુ 5 દિવસ ભારતની મુલાકાતે

માલદીવના રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ મુઈઝુ આજે ભારતની 5 દિવસની સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે. તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આમંત્રણ પર ભારત આવ્યા છે. રાષ્ટ્રપ્રમુખ પદ સંભાળ્યા બાદ મોહમ્મદ મુઇઝ્ઝુની આ પ્રથમ ભારત મુલાકાત છે. આ મુલાકાત દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ભારત સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો કરશે. તેઓ પ્રધાનમંત્રી સાથે પરસ્પર હિતના દ્વિપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર સંવાદ કરશે. માલદીવના રાષ્ટ્રપ્રમુખે વિદેશમંત્રી ડોકટર એસ.જયશંકર સાથે મુલાકાત કરી હતી. આવતીકાલે સવારે રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું ઔપચારિક સ્વાગત કરાશે. શ્રી મુઈઝુ રાજઘાટ પર મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપશે. તેમની મુલાકાત દરમિયાન તેઓ આગ્રા, બેંગલુરુ અને મુંબઈની પણ મુલાકાત લેશે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણદીપ જયસ્વાલે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે, ડૉ. મોહમ્મદ મુઈઝુની આ મુલાકાત બંને દેશ વચ્ચે લાંબા ગાળાના વ્યાપક દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ