ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 3, 2024 8:04 પી એમ(PM) | નીતિન ગડકરી

printer

માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે ઇથેનોલ જેવા જૈવિક ઇંધણના ઉપયોગથી દેશનું પ્રદૂષણ સ્તર ઘટશે અને કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે

માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે ઇથેનોલ જેવા જૈવિક ઇંધણના ઉપયોગથી દેશનું પ્રદૂષણ સ્તર ઘટશે અને કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે. જૈવિક  ઇંધણના વિકલ્પ તરીકે ઇથેનોલ અને મિથેનોલ જેવા બાયોફ્યુઅલના ઉપયોગ પર તેમણે ભાર મૂક્યો છે. નવી દિલ્હીમાં ઉર્જા પરિવર્તન અને ટકાઉ માર્ગ પરિવહન પરના  18માં સમેલનને સંબોધતા ગડકરીએ પાંચ ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવાના પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા માટે જૈવિક ઇંધણની આયાત ઘટાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે ભારત લગભગ રૂ. 22 લાખ કરોડના જૈવિક  ઇંધણની આયાત કરે છે અને તેમાં ઘટાડો કરવાથી અર્થતંત્ર મજબૂત થશે.ગડકરીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી પાંચ વર્ષમાં દિલ્હીમાં તમામ બસો વીજળી પર દોડવા લાગશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ