માર્ગ, પરિવહન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે ગ્રીન હાઈવે પોલિસી 2015 મુજબ તમામ નેશનલ હાઈવે પ્રોજેક્ટ વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે.
તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 62 હજાર કિલોમીટરથી વધુ રાષ્ટ્રીય ધોરીમાર્ગોમાં રોપાઓ વાવવામાં આવ્યા છે. શ્રી ગડકરીએ આજે લોકસભામાં જણાવ્યું હતું કે ગ્રીન હાઈવે નીતિ વૃક્ષારોપણ, નર્સરી વિકાસ, જાળવણી અને સંબંધિત પ્રવૃત્તિઓ દ્વારા નોંધપાત્ર સંખ્યામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન કરશે. તેમણે કહ્યું કે આ તકો મુખ્યત્વે ગ્રામીણ સમુદાયોને લાભ કરશે.
Site Admin | ડિસેમ્બર 19, 2024 7:15 પી એમ(PM) | નીતિન ગડકરી