કેન્દ્રીય માર્ગપરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે, વર્ષ 2024માં માર્ગઅકસ્માતમાં એક લાખ 80 હજાર જેટલા લોકોના મોત નીપજ્યા છે. શ્રી ગડકરીએ ગઈકાલે નવીદિલ્હીમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પરિવહન મંત્રીઓ સાથે માર્ગસલામતી અંગેની એક બેઠક બાદ પત્રકાર પરિષદ યોજી હતી.
માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તો માટે કેશલૅસ સારવારયોજના શરૂ કરવામાં આવી હોવાનું પણ શ્રી ગડકરીએ ઉમેર્યું હતું.