ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 9, 2024 6:39 પી એમ(PM) | Chattisgarh | Nitin Gadkari | road manual

printer

માર્ગોની સલામતીને ધ્યાનમાં રાખીને ત્રણ નવી માર્ગદર્શક રૂપરેખા અને મેન્યુઅલ જાહેર

કેન્દ્ર સરકારે માર્ગોની સલામતીને ધ્યાનમાં રાખીને ત્રણ નવી માર્ગદર્શક રૂપરેખા અને મેન્યુઅલ જાહેર કર્યા છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ છત્તીસગઢના પાટનગર રાયપુરમાં ગઈકાલથી શરૂ થયેલ ભારતીય માર્ગ સંસ્થાના ચાર દિવસીય વાર્ષિક સંમેલનમાં ઉદઘાટન સત્રમાં માર્ગદર્શક રૂપરેખાની જાહેરાત કરી હતી.

ચાર દિવસ ચાલનાર આ સંમેલનમાં વિવિધ સત્રોમાં 18થી વધુ દસ્તાવેજો અંગે ચર્ચા વિચારણા કરાશે. દેશભરના બે હજારથી વધુ નિષ્ણાંતો, વૈજ્ઞાનિકો અને ઇજનેરો આ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. સંમેલનમાં આજે બીજા દિવસે ધોરીમાર્ગ સંશોધન બોર્ડની બેઠકમાં આધુનિક ટેકનોલોજીની મદદથી નવા ધોરીમાર્ગોના નિર્માણ પ્રક્રિયાના વિવિધ પાસાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ