છેલ્લા ત્રણ વર્ષમાં “માનવ કલ્યાણ યોજના” અંતર્ગત રાજ્યના કુલ એક લાખ 16 હજાર કરતાં વધુ કારીગરોને સાધન સહાયનું વિતરણ કરાયું છે. કુટુંબની વાર્ષિક આવક છ લાખ રૂપિયા સુધીની હોય તેવા કારીગરોને આ યોજના અંતર્ગત ભરતકામ, બ્યૂટી પાર્લર, પ્લમ્બર જેવા ૧૦ ટ્રેડના કારીગરોને ટૂલકીટ માટે ઈ-વાઉચર અપાયા છે.
રાજ્ય સરકાર દ્વારા આ યોજના અંતગર્ત વર્ષ ૨૦૨૨-૨૩માં ૩૫ હજાર ૧૫૮ લાભાર્થીઓ, વર્ષ ૨૦૨૩-૨૪માં ૩૫ હજાર ૧૨૦ તથા વર્ષ ૨૦૨૪-૨૫માં ૪૬ હજાર મળીને કુલ એક લાખ 16 હજાર કરતાં વધુ લાભાર્થીઓને ટૂલકીટ સહાયનો લાભ આપવામાં આવ્યો છે.
Site Admin | ફેબ્રુવારી 18, 2025 3:27 પી એમ(PM) | “માનવ કલ્યાણ યોજના”
“માનવ કલ્યાણ યોજના” અંતર્ગત રાજ્યના કુલ એક લાખ 16 હજાર કરતાં વધુ કારીગરોને સાધન સહાયનું વિતરણ કરાયું
