માછીમારોને વ્યવસાય અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે સરકાર માછીમારોના જહાજ પર એક લાખ ટ્રાન્સપોન્ડર લગાવશે.નવી દિલ્હીમાં ફિશરીઝ સેક્ટરમાં એપ્લિકેશન ઓફ સ્પેસ ટેક્નોલોજી પરના રાષ્ટ્રીય સેમિનારને સંબોધતા, મત્સ્યોદ્યોગ મંત્રી રાજીવ રંજન સિંહે જણાવ્યું હતું કે જો કોઈ માછીમાર દરિયાઈ સરહદ પાર કરશે તો બોટ પર લગાવેલું ટ્રાન્સપોન્ડર એલર્ટ આપશે. તેમણે કહ્યું કે, દેશમાંથી વાર્ષિક 60 હજાર કરોડ રૂપિયાની માછલી સહિતની દરિયાઈ પેદાશોની નિકાસ થાય છે.મંત્રીશ્રીએ કહ્યું કે, દેશના લગભગ ત્રણ કરોડ લોકો આ માછીમારી વ્યવસાય સાથે જોડાયેલા છે અને સરકાર માછીમારોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે.
Site Admin | ઓગસ્ટ 13, 2024 2:07 પી એમ(PM) | ટ્રાન્સપોન્ડર