માઘી પૂર્ણિમા સ્નાન ઉત્સવના સુચારુ સંચાલન માટે, મંગળવાર સવારથી મહાકુંભ મેળા વિસ્તારને વાહન પ્રતિબંધિત ઝોન જાહેર કરવામાં આવ્યો છે.મુખ્યમંત્રીની સૂચના પર મેળા પ્રશાસને ભક્તોને, સુગમ પરિવહન અને સલામત સ્નાન પૂરું પાડવાનો નિર્ણય લીધો છે. મહાકુંભના વરિષ્ઠ પોલીસ અધિક્ષક રાજેશ દ્વિવેદીએ જણાવ્યું કે,” મેળા વિસ્તારમાં શ્રદ્ધાળુઓના સ્નાનને સુગમ બનાવવા માટે 11 ફેબ્રુઆરીના રોજ સાંજે 5 વાગ્યાથી, સમગ્ર મેળા વિસ્તારને નો વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જેમાં આવશ્યક અને કટોકટી સેવાઓ સિવાયનો સમાવેશ થાય છે.
પ્રયાગરાજ શહેરમાં મહાકુંભ સ્નાન માટે બહારથી આવતા શ્રદ્ધાળુઓના વાહનો, 11 ફેબ્રુઆરીના રોજ સાંજે 5 વાગ્યા પછી સંબંધિત રૂટના પાર્કિંગમાં પાર્ક કરવામાં આવશે
Site Admin | ફેબ્રુવારી 11, 2025 2:12 પી એમ(PM) | મહાકુંભ
માઘી પૂર્ણિમા સ્નાન ઉત્સવના સુચારુ સંચાલન માટે, આજ સવારથી મહાકુંભ મેળા વિસ્તારને વાહન પ્રતિબંધિત ઝોન જાહેર કરાયો
