માઓવાદીઓએ આજે છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળના એક વાહનને ઉડાવી દીધું હતું, જેમાં આઠ જવાન અને ડ્રાઇવરનામોત થયા હતા. આ ઘટના બસ્તર ડિવિઝનના કુત્રુ પોલીસ સ્ટેશન હેઠળના અંબેલી પાસે ઘટી હતી.દંતેવાડાથી ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ- DRGના લગભગ 9 જવાન વાહનમાં સવાર હતા અને સંયુક્ત ઓપરેશન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે માઓવાદીઓએ કુત્રુ – બેદ્રેરોડ પર ટીમ પર હુમલો કર્યો હતો.ઘટના બાદ એક જવાન ગુમ છે.વિસ્ફોટ કર્યા બાદ માઓવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હોવાની માહિતી દંડેવાડાના ડીઆઇજીકમલોચન કશ્યપે આપી હતી.
Site Admin | જાન્યુઆરી 6, 2025 7:41 પી એમ(PM)