ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 19, 2024 8:06 પી એમ(PM) | માઇક્રોસોફ્ટ

printer

માઇક્રોસોફ્ટના સર્વરમાં તકનિકી ખામી સર્જાતા આજે દેશ અને દુનિયાભરની અનેક સેવાઓને અસર પહોંચી

માઇક્રોસોફ્ટના સર્વરમાં તકનિકી ખામી સર્જાતા આજે દેશ અને દુનિયાભરની અનેકસેવાઓને અસર પહોંચી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજયમંત્રી મુરલીધર મોહોલે એકનિવેદનમાં દેશની વિમાન સેવાને અસર થઈ હોવાનું જણાવ્યું હતું. અહેવાલ પ્રમાણે દિલ્હી,મુંબઈ સહિત દેશના ઘણા એરપોર્ટ પર કાર્યપ્રણાલીને અસર થઈ છે, જેને પગલે અસંખ્ય ફ્લાઇટસ મોડી ચાલી રહી છે. સ્પાઇસ જેટ કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે સર્વર ખામીને કારણે તેમની સેવાપ્રભાવિત હોવાથી મેન્યુઅલ ચેક-ઇન અને બોર્ડિંગ પાસ ઇસ્યૂ કરાયા હતા. દિલ્હી એરપોર્ટે પણ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે તકનિકી ખામીનેકારણે વિમાની સેવાઓમાં અવરોધ ઉભો થયો છે. કેટલાક આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો રદ્દ કરાયાછે. આ તરફ મુંબઈના છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય વિમાન મથકે મુસાફરોને લગતી કામગીરીમાંઅંદાજે એક કલાકનો વિલંબ થઇ રહ્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ