મહેસાણા રેલવેમથક ખાતે સ્વસંચાલિત ટિકિટ વિતરણ યંત્રના માધ્યમથી લાઈનમાં ઉભા રહ્યાં વિના ટિકિટ મેળવી શકાશે. અમદાવાદ રેલવે મંડળ દ્વારા આ યંત્ર મહેસાણા રેલવેમથકને આપવામાં આવ્યું છે. જે આગામી સપ્તાહમાં શરૂ કરાશે. જેનો મુસાફરો આ સેવાનો લાભ લઈ શકશે. જો સ્માર્ટકાર્ડથી ટિકિટ બુક કરવામાં આવશે તો સેવા માટે ચૂકાવવી પડતી રકમમાં 3 ટકાની રાહત છૂટછાટ મળશે.
Site Admin | જાન્યુઆરી 10, 2025 4:30 પી એમ(PM) | રેલવેમથક