મહેસાણા જિલ્લાના પાચોટ ગામ ખાતે આવેલ સ્પોર્ટ્સ સંકુલમાં યોજાયેલી 68મી સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા જુડો અંડર 14 રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં 31 રાજ્યોના કુલ 393 ખેલાડીઓએ ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં પ્રથમ નંબરે મણિપુર, બીજા ક્રમે હરિયાણા અને ત્રીજા નંબરે ગુજરાતે બે સુવર્ણ ચંદ્રક તેમજ બે રજત ચંદ્રક મેળવ્યા હતા. ગુજરાતની બહેનોમાં પૂર્વી પઢીયારે 23 કિલોગ્રામ અને સેજલ ઠાકોરે 32 કિલોગ્રામમાં ચંદ્રક જીત્યા છે. જ્યારે ભાઈઓમાં શાહનવાઝ મજગુલે એ 30 કિલોગ્રામમાં રજત ચંદ્રક મેળવ્યો હતો. આ સ્પર્ધાના સમાપન પ્રસંગે ધારાસભ્ય સરદાર ચૌધરી તેમન રમત ગમત અધિકારી વિરલ ચૌધરી સહિત ટીમના કોચ ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | ઓક્ટોબર 9, 2024 3:28 પી એમ(PM)