અગરતલા ત્રિપુરા ખાતે રાષ્ટ્રીય કક્ષાની અંડર 17 બહેનોની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મહેસાણા જિલ્લાના વિસનગરની નૂતન સર્વ વિદ્યાલયમાં ધોરણ 11માં અભ્યાસ કરતી ધ્રુવી ચૌધરીએ 52 કિલોગ્રામ જુડોની સ્પર્ધામાં જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમે રહીને સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો. જેમાં 29 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ધ્રુવી ચૌધરીએ અગાઉ જુડોની સ્પર્ધામાં 3 સુવર્ણ ચંદ્રક 1 રજત 1 કાંસ્ય ચંદ્રક, તેમજ રાજ્યકક્ષાએ પણ ચંદ્રકો મેળવ્યા છે.
Site Admin | ડિસેમ્બર 14, 2024 3:22 પી એમ(PM) | dhruvi chaudhry | judo competition | mehsana | Tripura | u17 judo