મહેસાણા જીલ્લામાં વિકાસ સપ્તાહ દરમ્યાન 11 ગામડાઓના 392 પશુપાલકોના બે હજારથી વધુ પશુઓને સારવાર આપવામાં આવી.
વિજાપુર તાલુકાના કલભા ગામે 1 હજાર 432, બહુચરાજીના માત્રાસણમાં 220, ઉંઝાના સૂનક ગામે 262, સતલાસણા તાલુકાના હાડોલમાં 378 પશુઓને સારવાર આપવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહેસાણા જીલ્લા પશુ સારવાર વિભાગ દ્વારા 155 પશુ આરોગ્ય મેળાઓમાં 714 પશુરપાલકોના 35 હજારથી વધુ પશુઓની વિનામૂલ્યે સારવાર કરવામાં આવી હતી.