મહેસાણા જીલ્લામાં જિલ્લા કલેકટર દ્વારા એક નવતર પહેલના ભાગરૂપે ડાયાબિટીસના બાળ દર્દીઓને 30 લાખના ખર્ચે કાર્ટરીજ સહિત ઈન્સ્યુલીન પેન આપવામાં આવશે. ગત વર્ષે 146 બાળકોને 11 લાખ રૂપિયાના ખર્ચે જિલ્લા પંચાયત દ્વારા પેન અપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા પંચાયતના રાષ્ટ્રીય બાલ આરોગ્ય કાર્યક્રમ અને આંગણવાડીમાં આરોગ્ય તપાસ દરમિયાન 186 બાળકોને ડાયાબિટીસ હોવાનું નોંધાયું હતું. આ બાળકોને ઇન્સ્યુલિન લેવાના સમયે પીડા ન થાય તે માટે રાજ્ય માં સર્વપ્રથમ મહેસાણા જિલ્લા કલેકટર દ્વારા આ પહેલ શરૂ કરવામાં આવી છે.
Site Admin | ઓગસ્ટ 7, 2024 7:47 પી એમ(PM)
મહેસાણા જીલ્લામાં જિલ્લા કલેકટર દ્વારા એક નવતર પહેલના ભાગરૂપે ડાયાબિટીસના બાળ દર્દીઓને 30 લાખના ખર્ચે કાર્ટરીજ સહિત ઈન્સ્યુલીન પેન આપવામાં આવશે
