મહેસાણા જિલ્લા કલેક્ટરે નાગરિકોને મતદાર યાદી સુધારણા ઝુંબેશમાં સહભાગી થવા અપીલ કરી છે. આગમી 17થી 24 નવેમ્બરના રોજ તમામ મતદાન મથકોએ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે. જેમાં 18થી 19 વર્ષની વયના હોય તેવા નાગરિકોના નામ નોંધાવી શકાશે. આ માટે ફોર્મ નંબર 6 ભરવાનું રહેશે. આ પ્રક્રિયા ઓનલાઇન પણ કરી શકાશે.
Site Admin | નવેમ્બર 13, 2024 4:44 પી એમ(PM)