મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિતના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય રક્તપિત્ત નાબૂદી કાર્યકમ અંતર્ગત વિસનગર તાલુકાના ગુંજા, વાલમ અને કાસા ગામ ખાતે આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ ગામમાં છેલ્લા પાંચ વર્ષમાં નોંધાયેલા રક્તપિત્તના દર્દીના ઘરે જઈ પરિવારના તમામ સભ્યોની રક્તપિત્ત અંતર્ગત તપાસ હાથ ધરાઈ હતી. આ તકે રક્તપિત રોગ અંગે સમજ પણ આપવામાં આવી હતી.
Site Admin | ડિસેમ્બર 25, 2024 3:35 પી એમ(PM) | મહેસાણા