મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 35 ગામમાં મળી આવેલા રક્તપિત્તના કેસ અંગે સરવે હાથ ધરાયો છે. આ માટે આરોગ્ય વિભાગ 108 ટુકડી બનાવી આગામી 24 ડિસેમ્બર સુધી એક લાખ 34 હજારથી વધુ લોકોનો સરવે કરશે. આ ઝૂંબેશમાં 28 હજાર 487 પરિવારોને આવરી લેવાશે. આ પહેલા વિજાપુર તાલુકાના પાંચ ગામમાં રક્તપિત્તના પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. ત્યાંના દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી છે.
Site Admin | ડિસેમ્બર 18, 2024 3:05 પી એમ(PM)
મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 35 ગામમાં મળી આવેલા રક્તપિત્તના કેસ અંગે સરવે હાથ ધરાયો
