મહેસાણા જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમ હેઠળ 10 તાલુકામાં પશુ આરોગ્ય સારવાર કેમ્પ યોજાયો હતો, જેમાં 464 લાભાર્થીના 1 હજાર 335 પશુને સારવાર આપવામાં આવી હતી. 750 પશુઓનું રસીકરણ તેમજ 7 પશુઓને કૃત્રિમ બીજદાન અને 1 હજાર 438 પશુઓનું ડી-વોર્મિંગ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પશુ સારવારના ત્રણ હજાર 532 કેસનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.
Site Admin | સપ્ટેમ્બર 19, 2024 3:25 પી એમ(PM) | મહેસાણા