મહેસાણા જિલ્લામાં ધોબીઘાટ વિસ્તારમાં ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે દર ગુરુવારે પ્રાકૃતિક ખેત પેદાશોનું બજાર શરૂ કરાય છે. અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે આ બજારમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત કરાયેલા ફળો અને શાકભાજીનું વેચાણ કરે છે. આ વખતે ખેડૂતોએ 40 હજાર રૂપિયાના ફળોનું વેચાણ કર્યું હતું. આત્મા પ્રોજેકટના અધિકારીએ જણાવ્યું હતું કે હવે તાલુકા કક્ષાએ આવા પ્રાકૃતિક પેદાશોના વેચાણ કેન્દ્રો શરૂ કરાશે.
Site Admin | માર્ચ 1, 2025 2:39 પી એમ(PM)
મહેસાણા જિલ્લામાં ધોબીઘાટ વિસ્તારમાં પ્રાકૃતિક ખેત પેદાશોનું બજાર શરૂ કરાયું
