મહેસાણા જિલ્લામાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓના જીવ બચાવવા 10 દિવસીય કરૂણા અભિયાન-2025નો પ્રારંભ કરાયો છે.
મક્રરસંક્રાંતિ પર્વ દરમિયાન એકપણ અબોલ પક્ષીનો જીવ ન જાય તે માટે પશુપાલન વિભાગ, વન વિભાગ દ્વારા ૧૯૬૨ હેલ્પલાઇન સહિતની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લામાં 10 તથા મહેસાણા શહેરમાં 3 સારવાર કેન્દ્રો, તથા કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ તથા જિલ્લાના પશુ ચિકિત્સકો ઉપરાંત કર્મચારીઓ અને સ્વંયસેવકો સહભાગી થયા છે.
Site Admin | જાન્યુઆરી 14, 2025 8:29 એ એમ (AM) | મહેસાણા