મહેસાણા જિલ્લામાં આ વર્ષે 2 લાખ 86 હજાર હેકટર જમીનમાં વાવેતર થવાનો અંદાજ રખાયો છે. તેની સામે 1 લાખ 97 હજાર હેકટર જમીનમાં વાવેતર થઈ ગયું છે.જિલ્લાના 10 તાલુકાઓમાં સતલાસણામાં 96 ટકા વાવેતર થઇ ગયું છે.60 હજાર હેકટર જમીનમાં તેલીબિયાંનું વાવેતર થયું છે, જ્યારે મગફળી 22 હજાર હેકટર જમીનમાં વાવેતર થયું છે.જ્યારે તલનું 1 હજાર 202 હેકટરમાં, દિવેલાનું 36 હજાર 316 હેકટરમાં, કઠોળનું 13 હજાર 452 હેકટરમાં, કપાસનું 33 હજાર 402 હેકટર જમીનમાં વાવેતર થયું છે.
Site Admin | ઓગસ્ટ 20, 2024 9:04 એ એમ (AM) | #aakahvani #aakashvaninews