મહેસાણા જિલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ બહુચરાજીમાં બહુચર માતાના મંદિરના પુન: નિર્માણના પ્રથમ ફેઝની કામગીરીનું ખાતમુહૂર્ત શાસ્ત્રોક્ત વિધિથી સંપન થયું હતું. મુખ્યમંત્રી ખાતમુહૂર્ત માટે બહુચરાજી પહોંચ્યા હતા અને માતાજીને શીશ ઝુકાવ્યું હતું..
મુખ્યમંત્રીએ મંદિર પરિસર સહિત ત્રણે ફેઝની સમગ્ર પુન: નિર્માણ કામગીરીની બાબતોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યુ હતું. બહુચરાજી માતાજીના મંદિરના પુન: નિર્માણની પ્રથમ ફેઝની કામગીરી અંતર્ગત ૭૬ કરોડ ૫૧ લાખ રૂપિયાના ખર્ચે બહુચરાજી માતાજી મંદિરનું પુન:નિર્માણ કરી શિખરની ઊંચાઈ ૮૬ ફૂટ ૧ ઇંચ સુધી વધારવામાં આવશે.
Site Admin | ઓગસ્ટ 23, 2024 3:26 પી એમ(PM) | #Akashvani AkashvaniNews