મહેસાણા જિલ્લાના ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાની સારી આવક થઈ રહી છે.
જેમાં દૈનિક 7 હજાર બોરીની આવક નોંધાઇ રહી છે. જેમાં સુપર ભાવ 4 હજાર 550 રૂપિયાથી 4 હજાર 600 રૂપિયા અને એવરેજ ભાવ 4 હજાર 350 થી 4 હજાર 400 રૂપિયા સુધીના રહ્યા હતા. વરિયાળીનો ભાવ 3 હજાર 500 થી 4 હજાર 500 રૂપિયા અને મીડીયમ ભાવ 2500થી 3500 રૂપિયા સુધીના રહ્યા હતા. તલનો ભાવ 2550 થી 2 હજાર 750 રૂપિયા સુધીના રહ્યા હતા. અજમાંની આવક 700 બોરી હતી. 2 હજાર 500થી 3 હજાર રૂપિયા સુધીનો ભાવ રહ્યો હતો.
Site Admin | ડિસેમ્બર 30, 2024 3:34 પી એમ(PM) | માર્કેટ યાર્ડ