ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 6, 2024 2:56 પી એમ(PM) | arvalli | gir somnath | mehsana | sarkari yojna | sevasetu

printer

મહેસાણા, અરવલ્લી અને ગીર સોમનાથમાં યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ

મહેસાણા જિલ્લામાં સેવાસેતુ કાર્યક્રમમાં એક હજાર 418 જેટલી અરજીનો હકારાત્મક નિરાકરણ કરાયું હતું. વડનગર તાલુકાના સુંઢિયા ગામમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરાયું. જ્યારે વિસનગર તાલુકાના વાલમ ગામમાં યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં અરજદારોની વિવિધ એક હજાર 209 જેટલી અરજીનો નિકાલ કરાયો હતો.

અરવલ્લીના બાયડ તાલુકાના આમોદરા ગામમાં દસમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમમાં વિધવા સહાય, નિરાધાર વૃદ્ધ સહાય, આરોગ્ય ચકાસણી, જાતિ આવકના દાખલાઓ, પૂરવઠાને લગતી અરજીઓ તેમજ કૃષિ વિભાગ અને પંચાયત વિભાગને લગતી વિવિધ સેવાઓ, આધાર કાર્ડને લગતી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી હતી.

ગીર સોમનાથના પ્રભાસ પાટણ નગરપાલિકા ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં એક હજાર 863 અરજીનો હકારાત્મક નિકાલ કરાયો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ