મહેસાણામાં ચાંદીપુરા વાઇરસનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો છે. ખેરાલુ તાલુકાના મેકુબપૂરા ગામની 12 વર્ષની બાળકીને ચાંદીપુરાના લક્ષણ જણાતાં વડનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ હતી. આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લઈને ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યું છે. જિલ્લામાં ચાંદીપુરા વાઇરસના 8 શંકાસ્પદ કેસ જોવા મળ્યા હતા. તેમાંથી 4 પોઝીટીવ તો 3 નેગેટિવ કેસ નોંધાયા છે. એક કેસ પેન્ડિગ છે. 2 બાળકોના મોત પણ થયા છે. 2 બાળકોને હોસ્પિટલમાંથી રજા પણ અપાઈ છે.
Site Admin | જુલાઇ 31, 2024 3:31 પી એમ(PM) | ચાંદીપુરા વાઇરસ