મહેસાણામાં ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ- APMCની ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 બેઠકમાં 175 મતમાંથી 140 મત મેળવી દિનેશ પટેલ પ્રેરિત પેનલનો વિજય થયો છે. જ્યારે વેપારી વિભાગની ચાર બેઠક માટેની મતગણતરી ચાલી રહી છે. મહેસાણાના અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરીએ આ અંગે માહિતી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, ઊંઝા APMCની 14 બેઠકના 36 ઉમેદવારો માટે ગઈકાલે મતદાન યોજાયું હતું. ખેડૂત વિભાગમાં 20 ઉમેદવારો માટે 258 અને વેપારી વિભાગમાં 16 ઉમેદવારો માટે 782 મતદારોએ મતદાન કર્યું હતું.
Site Admin | ડિસેમ્બર 17, 2024 3:26 પી એમ(PM)
મહેસાણામાં ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં દિનેશ પટેલ પ્રેરિત પેનલનો વિજય થયો
