મહેસાણામાં આવેલા તીર્થધામ બહુચરાજી મંદિરના ચાચર ચોકમાં આગામી ત્રીજી ઑક્ટોબરથી 12 ઑક્ટોબર દરમિયાન નવરાત્રિ મહોત્સવ ઉજવાશે. આ માટે મંદિરમાં ત્રીજી ઑક્ટોબરે ઘટસ્થાપન વિધિ થશે. જ્યારે નવ ઑક્ટોબરે શતચંડી યજ્ઞનો પ્રારંભ થશે. 11મી તારીખે યજ્ઞની પૂર્ણાહૂતિ અને માતાજીની પાલખી પણ નીકળશે. 12મીએ દશેરાના દિવસે માતાજીની પાલખી મંદિરથી શંખલપુર જશે.
Site Admin | સપ્ટેમ્બર 24, 2024 3:05 પી એમ(PM)