મહેસાણાની વિસનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પન્ન કરાયેલા શાકભાજી સહિત કઠોળનું સપ્તાહમાં છ દિવસ વેચાણ કરાશે. ઉલ્લેખનીય છે કે વિસનગર તાલુકામાં 283 ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેમની ખેતપેદાશોને યોગ્ય બજાર મળતું ન હતું. જેથી હવે વિસનગર એપીએમસી દ્વારા ખેડૂતોની માગ સ્વીકારવામાં આવી છે.
Site Admin | જાન્યુઆરી 18, 2025 2:54 પી એમ(PM)