મહેસાણાના કડી તાલુકાના જાસલપુર ગામની સીમમાં આવેલી સ્ટીલ ઇનોકસ સ્ટેઇનલેસ કંપનીમાં માટીની ભેખડ પડતા નવ મજૂરોના મોત થયા છે.જ્યારે એક મજૂરનો બચાવ થયો હતો.. સ્ટીલની કંપનીમાં 20 ફૂટ જેટલી મોટી ટાંકીનુ ચણતરનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક જ આ ઘટના ઘટી હતી.. ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે ધસી ગઇ હતી.. નવ મજૂરોના મૃતદહે બહાર કઢાયા હતા.જેમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા.. આ તમામ મજૂરો પંચમહાલ જીલ્લાના રહેવાસી હતી..
દુર્ઘટનાની જાણ થતા જ રાજ્યના મુખ્યમંત્રીએ શોકની લાગણી વ્યક્ત કરીને મૃતકોના વારસદારોને ચાર- ચાર લાખની સહાયની જાહેરાત કરી છે. જ્યારે ઇજાગ્રસ્તને પચાસ હજારની જાહેરાત કરી છે.. આ દુખદ ઘટનાની માહિતી મળતા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કર્યું હતું. પ્રધાનમંત્રીએ મૃતકોના વારસદારને બે-બે લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તને પચાસ હજાર રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે.આ અંગે અમારા મહેસાણાના પ્રતિનિધિ જયંતિ ચૌધરીએ વધુ માહિતી આપી હતી..
Site Admin | ઓક્ટોબર 12, 2024 7:11 પી એમ(PM)