મહેસાણાના કડીના ધારાસભ્ય કરસન સોલંકીનું લાંબી બીમારી બાદ આજે અવસાન થયું છે. આજે વતન નગરાસણ ગામે તેમના પાર્થિવ દેહના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.
અવસાનના સમાચાર મળતાં જ મુખ્યંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, નીતિન પટેલ સહિત ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ સ્વર્ગસ્થ કરસનભાઇનાં અંતિમ દર્શન કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું કે, કરસનભાઇ તેમના સાદગીભર્યા જીવન અને વંચિતોના કલ્યાણ માટે કરેલા સેવાકીય કાર્યો માટે હંમેશા યાદ રહેશે. કેન્દ્રીય મંત્રીઓ સી.આર.પાટીલ અને મનસુખ માંડવિયાએ સ્વર્ગસ્થ કરસનભાઇને શ્રદ્ધાંજલી આપી છે.
Site Admin | ફેબ્રુવારી 4, 2025 3:57 પી એમ(PM)
મહેસાણાના કડીના ધારાસભ્ય કરસન સોલંકીનું લાંબી બીમારી બાદ આજે અવસાન થયું છે
