મહેસાણાથી માઉન્ટ આબુ ગુરુ શિખર સુધીની સાયકલ રેસ આગામી 5મી જાન્યુઆરીએ યોજાશે. અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે, 170 કિલોમીટરની આ રેસમાં 12 કલાકની સમયમર્યાદામાં પૂર્ણ કરવાની રહેશે. મહેસાણા ઇન્ડિયન સાયકલ કલબ દ્વારા સતત પાંચમા વર્ષે ગુરુ શિખર ચેલેન્જ વિષય પર સાયકલ રેસનું આયોજન કરાયું છે.
આ સ્પર્ધામાં રાજ્ય સહિત અન્ય રાજ્યના 100 સ્પર્ધકો ભાગ લેશે. વિજેતા સ્પર્ધકોને 4 લાખ 39 હજાર રૂપિયા સુધીના ઇનામો સાથે પ્રમાણપત્ર આપવામાં આવશે.
Site Admin | ડિસેમ્બર 30, 2024 3:35 પી એમ(PM) | સાયકલ રેસ