મહીસાગર વિશેષ સંચાલન સમૂહ- SOGની ટુકડીએ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો વેપાર કરતા એક વ્યક્તિને પકડ્યો છે. મહીસાગરના અમારા પ્રતિનિધિ કૌશિક જોષી જણાવે છે કે, વીરપુર તાલુકાના કુંભારવાડી ગામના બસમથક નજીક એક દુકાનમાં SOGએ તપાસ કરતાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી મળી આવી હતી. પોલીસે નવ હજારથી વધુ રૂપિયાનો માલસામાન જપ્ત કરી ચાઈનીઝ દોરીનું ગેરકાયદે વેચાણ કરતા વ્યક્તિને પકડી વધુ તપાસ હાથ ધરી છે.
Site Admin | જાન્યુઆરી 8, 2025 3:30 પી એમ(PM)