મહીસાગર જીલ્લાના મુખ્ય મથક લુણાવાડા ઈન્દિરા મેદાન ખાતે આજથી બે દિવસીય દિવ્યાંગો માટેનો ખાસ ખેલ મહાકુંભનો શુભારંભ કરવામાં આવ્યો. કલેકટર નેહા કુમારીની ઉપસ્થિતિમાં રમતોનો શુભારંભ કરવામાં આવ્યો. જેમાં પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ કુલ૧૧૦, અસ્થિવિષયક ધરાવતા ખેલાડીઓ કુલ ૩૫૪, તેમજ શ્રવણમંદ કુલ ૧૦૨ ખેલાડીઓ ભાગ લીધો હતો,આવતીકાલે બૌદ્ધિક અક્ષમતા ધરાવતા કુલ ૫૪૨જેટલા ખેલાડીઓ ભાગ લેશે.આ ખેલાડીઓ માટેની રમતો જેમાં મુખ્ય 3 વિભાગમાં વહેચવામાં આવે છે. 1. એથ્લેટિક્સ- હાયર એબીલીટી, 2. એથ્લેટિક્સ- લોવર એબીલીટી, 3. સાયકલિંગ, સાથે સાથે પ્રજ્ઞાચક્ષુ ૮ ખેલાડીઓ માટે ચેસ સ્પર્ધાનું પણ આયોજન છે. ઉપરોક્ત ત્રણેય કેટેગરીના ખેલાડીઓ આ રમોત્સવમાં જિલ્લા તથા રાજ્ય લેવલ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ કુલ 15 થી 16 લાખ જેટલી રકમ ઈનામ સ્વરૂપે મેળવશે.
Site Admin | ફેબ્રુવારી 7, 2025 6:46 પી એમ(PM) | ખેલ મહાકુંભ
મહીસાગર જીલ્લાના મુખ્ય મથક લુણાવાડા ઈન્દિરા મેદાન ખાતે આજથી બે દિવસીય દિવ્યાંગો માટેનો ખાસ ખેલ મહાકુંભનો શુભારંભ કરવામાં આવ્યો
