મહીસાગર જિલ્લામાં પલ્સ પોલીયો રસીકરણ અભિયાન અંતર્ગત આવતીકાલે ૫ વર્ષ સુધીના અંદાજે ૧ લાખ ૩૭ હજાર ૫૦૦ બાળકોને પોલીયોની રસી પીવડાવવામાં આવશે.જેમાં કુલ ૫૫૦ બુથ પર ૨હજાર ૪૭૭ કર્મચારીઓ ઘ્વારા પોલીયોની રસી પીવડાવવામાં આવશે. જીલ્લામાં કુલ ૫૧૬ સ્થાયી બુથ તેમજ છુટા છવાયા વિસ્તારોમાં રહેતા કુટુંબોના બાળકોને ૧૪ મોબાઈલ બુથ દ્વારા અને જાહેર સ્થળોએ ૨૦ ટ્રાન્ઝીટ બુથો ગોઠવીને પોલિયોની રસી પીવડાવવાનું જિલ્લા કલેક્ટર નેહા કુમારી, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યુ છે.
Site Admin | ડિસેમ્બર 7, 2024 7:18 પી એમ(PM)
મહીસાગર જિલ્લામાં પલ્સ પોલીયો રસીકરણ અભિયાન અંતર્ગત આવતીકાલે ૫ વર્ષ સુધીના અંદાજે ૧ લાખ ૩૭ હજાર ૫૦૦ બાળકોને પોલીયોની રસી પીવડાવવામાં આવશે
