મહીસાગર જિલ્લામાં દ્વિચક્રી વાહનચાલકોને સેફ્ટીગાર્ડ અને હેલમેટનું વિતરણ કરાયું હતું. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025ની ઉજવણી અંતર્ગત લુણાવાડા ARTO દ્વારા લુણાવાડા મોડાસા રાજમાર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને સેફ્ટીગાર્ડ અને હેલ્મેટ અપાયા હતા. દરમિયાન વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માર્ગદર્શન પણ અપાયું હતું.
આ તરફ અરવલ્લી જિલ્લામાં માર્ગ સલામતી મહિનો અને ઉત્તરાયણને ધ્યાનમાં રાખી જિલ્લા પોલિસ અને પ્રાદેશિક વાહનવ્યવવહાર કચેરી દ્વારા વાહનોમાં સેફ્ટી બેન્ડ લગાવવામાં આવ્યા હતા.
મોડાસાના ગાજણ ટોલ નાકાં પર વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી હતી.
Site Admin | જાન્યુઆરી 8, 2025 3:36 પી એમ(PM)
મહીસાગર જિલ્લામાં દ્વિચક્રી વાહનચાલકોને સેફ્ટીગાર્ડ અને હેલમેટનું વિતરણ કરાયું
