મહીસાગર જિલ્લામાં આજે જિલ્લાકક્ષાની સ્વાસ્થ્ય પરિષદનું આયોજન થયું. માતા અને બાળ મરણ, કુપોષણમાં ઘટાડો તેમજ બિનચેપી રોગોને અટકાવવા માટે અસરકારક આયોજન તથા અમલ માટે કલેકટરના અધ્યક્ષસ્થાને આ પરિષદ યોજાઇ.
આ પરિષદમાં જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, છેવાડાનો એકપણ વ્યક્તિ આરોગ્યની સુવિધાથી વંચિત ન રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર પ્રયત્નશીલ છે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોગ્યલક્ષી સમસ્યાઓના નિરાકરણ માટે સ્વાસ્થ્ય પરિષદમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મળી પ્રશ્નોનું અસરકારક નિવારણ લાવી શકાશે.
Site Admin | જાન્યુઆરી 10, 2025 7:05 પી એમ(PM) | આયોજન