ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 19, 2024 8:16 એ એમ (AM) | મહીસાગર

printer

મહીસાગર જિલ્લાની ત્રણ મંત્રીઓએ મુલાકાત કરીને પાણી પુરવઠા વિભાગના ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોની કામગીરીની સમીક્ષા કરી હતી.

મહીસાગર જિલ્લાની ત્રણ મંત્રીઓએ મુલાકાત કરીને પાણી પુરવઠા વિભાગના ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોની કામગીરીની સમીક્ષા કરી હતી. તેમજ નાગરિકોને પૂરતું પાણી રહે તેવી વ્યવસ્થા કરવા સૂચના આપી હતી.
જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી કુંવરજી બાવળિયા, આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોર અને જિલ્લા પ્રભારી અને પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડએ જિલ્લામાં ચાલતા પાણી પુરવઠા અને સિંચાઇ વિભાગના કામોની વિવિધ ગામોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીઓએ જિલ્લાના બરોડા, રસૂલપુર, કુંભરવાડી, તલપતના ભેવાડા, કાજળી, ધરોડા અને લીમડા મુવાડી જેવાગામોમાં સ્થળ મુલાકાત કરીને મંત્રીઓએ લોકોને નિયમિત પાણી મળે છે કે, નહિ તે બાબતે તપાસ કરી હતી. મંત્રીઓએ આ વિસ્તારના તમામ ગામોના લોકોને પાણીની સમસ્યા ન સર્જાય તે માટે અધિકારીઓને તાકીદ કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ