મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે શિક્ષણ મંત્રી ડો. કુબેર ડિંડોરે રવાડીના મેળાનું ઉદ્ઘાટન કર્યું.
ઉલ્લેખનીય છે કે, આ મેળામાં જૈન સમાજ દર વર્ષે ભાદરવા સુદ પાંચમથી ચૌદશ સુધી મહા પર્યુષણપર્વની ઉજવણી કરે છે. અને ત્યારબાદ પૂનમે નાની રવાડી તથા એકમ અને બીજ રવાડી આદિનાથ તીર્થકરની સોના-ચાંદીની પ્રતિમાને રથમાં બેસાડીને તેમની શોભાયાત્રા કાઢવામાં આવે છે.
આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં જીલ્લા કલેક્ટર નેહા કુમારી, તાલુકા પંચાયત પ્રમુખ હરેશ વળવાઈ, સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | સપ્ટેમ્બર 19, 2024 3:19 પી એમ(PM) | મહીસાગર
મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે શિક્ષણ મંત્રી ડો. કુબેર ડિંડોરે રવાડીના મેળાનું ઉદ્ઘાટન કર્યું
