મહીસાગર જિલ્લાના ગાંધીયાના મુવાડા ગામ પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા પિતા પુત્રીના મોત નીપજ્યાં છે. અમારા જિલ્લા પ્રતિનિધિ કૌશિક જોશી જણાવે છે કે રાજમાર્ગ પરથી પસાર થતાં કાર ચાલકે બાઇક સવારને ટક્કર મારતા 5 વર્ષની બાળકી અને તેમના પિતાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
આ તરફ બનાસકાંઠા જિલ્લાના અંબાજીના ચીખલા ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માત થતાં પાંચ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત ચાર લોકોને અંબાજીની સિવિલ હોસ્પિટલમાં જ્યારે એકને પાલનપુરની હોસ્પિટલમાં લઇ જવાયા હતા.
Site Admin | ફેબ્રુવારી 16, 2025 7:31 પી એમ(PM)
મહીસાગર જિલ્લાના ગાંધીયાના મુવાડા ગામ પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા પિતા પુત્રીના મોત નીપજ્યાં
