મહીસાગરમાં સરવેની કામગીરીમાં બેદરકારી દાખવવા બદલ ૬ ટીડીઓ અને ૩ ચીફ ઓફિસરને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે.
મહીસાગર જિલ્લામાં ૪૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં સરવેની કામગીરી હાથ ધરાઇ હતી. આ કામગીરી બાદ પણ મોન્સૂન રિપોર્ટમાં આર. સી. ટેસ્ટ નેગેટિવ મળી આવ્યા હતા. તેમજ 7 જેટલા પાણીના લાઈન લિકેજ ને નગરપાલિકા કે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા રિપેર કરવામાં આવ્યા નથી.જેના કારણે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેના અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જિલ્લાના 6 તાલુકા વિકાસ અધિકારી અને 3 ચીફ ઓફિસર ને નોટિસ ફટકારવામાં આવી છે.
આ દરમિયાનમાં ડીડીઓ દ્વારા તંત્રને રોગચાળો ન ફેલાય તે માટે ગામડાઓ અને શહેરોમાં લાઈન લીકેજ યુદ્ધ ના ધોરણે રિપેરિંગ કરવા માટેની સૂચના આપી હતી. એટલું જ નહીં, યુદ્ધ ના ધોરણે લીકેજ રિપેરિંગ નહીં થાય તો ફરજમાં બેદરકારી અને શિક્ષાત્મક કાર્યવાહી કરવા અંગેની સૂચનાઓ પણ આપી છે.
Site Admin | જુલાઇ 19, 2024 12:12 પી એમ(PM) | aakshvani | aakshvaninews | Mahisagar | newsupdate
મહીસાગરમાં કામગીરીમાં બેદરકારી દાખવવા બદલ ૬ ટીડીઓ, ૩ ચીફ ઓફિસરને ડીડીઓએ નોટિસ ફટકારી
