મહીસાગરની બાલાસિનોર નગરપાલિકામાં અપક્ષ અને કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું હતું. જેથી વોર્ડ નંબર 3માં ભાજપ ઉમેદવારનો વિજય થયો છે.
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા પંચાયતની 16 મંગલીયાણા બેઠકની પેટા ચૂટણીમાં કોંગ્રેસ અને આમઆદમી પાર્ટીના ઉમેદવારોના ટેકેદારોએ એફિડેવિટના આધારે દરખાસ્ત પાછી લેતા બંને ઉમેદવારોના ઉમેદવારીપત્ર રદ થયા હતા. હરીફ તરીકે એક પણ ઉમેદવાર ન રહેતા ભાજપના દેવેન્દ્રસિંહ બિનહરિફ વિજેતા જાહેર થયા હતા.
છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી આજ રોજ પાંચ ઉમેદવારી પત્રો પરત ખેંચવામાં આવ્યા હતા. હવે કુલ 99 ઉમેદવારો ચૂંટણી લડશે. અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો માટે 142 ફોર્મ ભરાયા હતા.
બોટાદ નગરપાલિકાની ચૂંટણી માટે આજે આમઆદમી પાર્ટીના 6 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. ત્યારે આ 6 બેઠકો સાથે કુલ 10 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે. આ અંગે ચૂંટણી અધિકારી આરતી ગૌસ્વામીએ વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું.
Site Admin | ફેબ્રુવારી 4, 2025 7:13 પી એમ(PM)
મહીસાગરની બાલાસિનોર નગરપાલિકામાં અપક્ષ અને કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું હતું
