મહીસાગરના લુણાવાડા ટાઉન પોલીસ દ્વારા ચંદન ભરીને લઇ જવાતી કારને ચાલક સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો..
લુણાવાડાથી ગોધરા તરફ જતા હાઇવે ઉપર શંકાસ્પદ કારને અટકાવીને પોલીસે તેની તપાસ કરતા તમાંથી ચંદનનો જથ્થો મળી આવ્યો છે. કારમાં નાના નાના ટુકડા કરી ચંદનની તસ્કરી કરનાર કાર ચાલકને ઝડપીને તેની પોલીસ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે..
લુણાવાડા ટાઉન પોલીસે ચંદનનો જથ્થો અને ચાલકને વન વિભાગને હવાલે કર્યો છે.. વન વિભાગે આ જથ્થો ક્યાં લઈ જવાતો હતો તેની વધુ તપાસ હાથ ધરી છે.
Site Admin | ઓગસ્ટ 18, 2024 3:19 પી એમ(PM)