ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 26, 2025 2:29 પી એમ(PM)

printer

મહીલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં આજે સાંજે બેંગુલરુમાં યુપી વોરિયર્ઝ અને મુંબઇ ઇન્ડિયન્સ ટકરાશે

મહીલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં આજે સાંજે બેંગુલરુમાં યુપી વોરિયર્ઝ અને મુંબઇ ઇન્ડિયન્સ ટકરાશે. સાંજે સાડા સાત વાગે મેચ શરૂ થશે.

ગઈકાલે દિલ્હી કેપિટલ્સે ગુજરાત જાયન્ટ્સને 6 વિકેટે હરાવ્યું હતું. બેંગલુરુનાં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ માટે ઉતરેલી ગુજરાત જાયન્ટ્સે 20 ઓવરમાં 127 રન કર્યા હતા. ભારતી ફુલમાલીએ સૌથી વધુ 40 રન કર્યા હતા.જવાબમાં, દિલ્હી કેપિટલ્સે 15.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 131 રન કરીને સરળતાથી વિજય મેળવ્યો હતો. પ્લેયર ઓફ ધ મેચ જેસ જોનાસીને 32 બોલમાં 61
અને શેફાલી વર્માએ 27 બોલમાં 44 રન કર્યા હતા. આ સાથે પોઇન્ટ ટેબલમાં દિલ્હી કેપિટલ પ્રથમ ક્રમે આવ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ