મહિસાગર જિલ્લાના કલેક્ટર નેહા કુમારીએ આજે પત્રકાર પરિષદને સંબોધતા વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના આરોપોને ફગાવી દીધા હતા. તેમણે ઉમેર્યું કે જિજ્ઞેશ મેવાણી જે ફરિયાદીને આગળ ધરીને વાત કરી રહ્યા છે તેમની સામે અનેક ગુના નોંધાયેલા છે. વધુમાં તેમણે ઉમેર્યું કે આ અરજદાર અનેકવાર વિવિધ કચેરીઓની ફરિયાદો લઈને આવતા હોય છે, જે સાંભળવામાં આવે છે. 23 તારીખે યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં વિજય પરમાર પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ દાખલ કરવા માટે દબાણ કરતા હતા. કલેક્ટરે જણાવ્યું કે તેમણે આ બાબતે શાંતિપૂર્વક ફરિયાદને સમજાવ્યું આમ છતાં તેમણે ઉદ્ઘતાઈ પૂર્વક વર્તન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ગઈકાલે અમદાવાદમાં એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે મહિસાગરના લુણાવાડા ખાતે આયોજીત તાલુકા સ્વાગત કાર્યક્રમમાં એક યુવાન સાથે ગેરવર્ણતૂંક કરાઈ હોવાનો આરોપ મૂક્યો હતો.
Site Admin | ઓક્ટોબર 30, 2024 4:22 પી એમ(PM)