ICC મહિલા T20 વર્લ્ડકપમાં, ભારતે ગઈકાલે રાત્રે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગ્રૂપ ‘A’ની મેચમાં શ્રીલંકાને 82 રને હરાવીને મહિલા T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં તેનો સૌથી મોટો વિજય નોંધાવ્યો હતો. મહિલા T20 વર્લ્ડ કપમાં રનના સંદર્ભમાં ભારતની આ અત્યાર સુધીની સૌથી મોટી જીત છે.
આ સાથે ગ્રૂપ ‘એ’ માં ભારત, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ કરતાં આગળ નીકળી ગયું છે. ભારતીય મહિલા ટીમે ટોસ જીતીને બેટિંગ લીધી હતી. હરમનપ્રિત કૌરનાં 50 અને સ્મૃતિ મંધાનાનાં 52 રનની મદદથી ભારતે 172 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. શ્રીલંકા વતી ચામારી અથાપથુથુ અને અમા કંચનાએ એક-એક વિકેટ ઝડપી હતી.
173 રનનાં લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકા 19 ઓવર અને પાંચ બોલમાં 90 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. શ્રીલંકા વતી કવિશા દિલહારીએ સૌથી વધુ 21 રન કર્યા હતા. હરમનપ્રિત કૌરને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યાં હતાં.
આજે ગ્રૂપ બીની મેચમાં શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બાંગલાદેશ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે મેચ રમાશે.
Site Admin | ઓક્ટોબર 10, 2024 9:54 એ એમ (AM) | #T20WomensWorldCup | Akashvani | akashvaninews | India | news | newsupdate | SRILANKA | topnews | ભારત | શ્રીલંકા