મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટની ફાઇનલમાં આજે મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે. આ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.
મેગ લેનિંગની કેપ્ટનશીપ હેઠળ, દિલ્હી કેપિટલ્સે આઠમાંથી પાંચ મેચ જીતી છે. દિલ્હી કેપિટલ્સે પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ દિલ્હી કેપિટલ્સનો સતત ત્રીજો ફાઇનલ મુકાબલો છે. ટીમ હજુ સુધી ચેમ્પિયનશિપ જીતી શકી નથી.
Site Admin | માર્ચ 15, 2025 7:59 એ એમ (AM)
મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટની ફાઇનલમાં આજે મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે
